Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા જી.આઈ.ડી. સી.અંકલેશ્વર ખાતે શિક્ષિકા બહેનોનો સારસ્વત વિદાય સન્માન સમારંભ યોજાયો.

Share

શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા જી.આઈ.ડી.સી.અંકલેશ્વર ખાતે શિક્ષિકા બહેનો રક્ષાબેન છોટુભાઈ સોલંકી તેમજ દિનાબેન મિસ્ત્રીનો સારસ્વત વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો.

આ પ્રસંગે વિદાય સમારંભમાં શાળાના બહેનોએ તેમના સંસ્મરણો યાદ કરી વાગોળ્યા હતા. શાળાના આચાર્ય ભક્તિબેન કોસંમીયાએ બહેનોને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને સન્માનપત્ર એનાયત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિલીપભાઈ પટેલ, શૈક્ષિકસંઘના અધ્યક્ષ સૂચિતાબેન પંચાલ, મહામંત્રી કમલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળા એસ. એમ. સી. ચેરમેન તેજલબેને પણ બંને બહેનોને ભેટ સ્મૃતિરૂપે આપી હતી. રક્ષાબેન સોલંકીનો સહપરિવાર ઉપસ્થિત રહી તેમને હૂંફ પૂરી પાડી સન્માન કર્યું હતું. કાપોદરા શાળાના મુખ્ય શિક્ષક વિરલભાઈ એ પણ ગિફ્ટ યાદગીરી રૂપે આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન યોગેશભાઈ પટેલે કર્યું હતું. આભારવિધિ હેમલત્તાબેને કરી હતી.

Advertisement

Share

Related posts

ફ્રી શિક્ષણ આપતી વડોદરાની એકમાત્ર શાળા ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલ.

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસ મથકમાં બકરી ઈદનાં પર્વ નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

કરોડો રૂપીયાની હિરાની લુંટમા સંડોવાયેલા ઉત્તરપ્રદેશની ગેંગના રીઢા ગુનેગારોની અટક કરતી સુરત ક્રાઈમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!