Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર બ્લોક રિસોર્સ સેન્ટર અને બી.આર.સી ટીમ દ્વારા શિક્ષકોનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો.

Share

અંકલેશ્વર બ્લોક રિસોર્સ સેન્ટર અને બી.આર.સી ટીમ અંકલેશ્વર દ્વારા આયોજિત 31/5/2022 ના રોજ સેવાનિવૃત્તિ થનાર સારસ્વત શિક્ષકોનું ભવ્યાતિભવ્ય વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 1. રક્ષાબેન છોટુભાઈ સોલંકી શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા, દિનાબેન ટી. મિસ્ત્રી શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા, ભાનુમતીબેન એમ. પટેલ જૂના કાંસિયા પ્રાથમિક શાળા, હંસાબેન ડી. પટેલ નવા છાપરા પ્રાથમિક શાળા, પારૂલબેન એમ. પટેલ પિરામણ પ્રાથમિક શાળા, સતિષચંદ્ર ટી. પટેલ બોઈદરા પ્રાથમિક શાળા, ઈશ્વરભાઈ ટી. પટેલ ગડખોલ પ્રાથમિક શાળા, કીર્તિબાલાબેન પી. મહેતા જૂના બેટ ભાઠા પ્રાથમિક શાળા, કનુભાઈ કે. ટેલર રવિદરા પ્રાથમિક શાળા, નિર્મળાબેન બી. પટેલ બોઈદરા પ્રાથમિક શાળા, નટવરભાઈ ભગવાનભાઈ પટેલ દઢાલ પ્રાથમિક શાળા, સુશીલાબેન એલ. પટેલ સુરવાડી પ્રાથમિક શાળા, બાલુભાઈ એલ. વસાવા નવા પુન ગામ પ્રાથમિક શાળા, શશીકાંત રામસંગભાઈ પટેલ કુમાર બ્રાન્ચ -4 પ્રાથમિક શાળા, રમણભાઈ પી. વસાવા નવી દીવી પ્રાથમિક શાળા, સત્યભામાબેન બી. સોલંકી કરારવેલ પ્રાથમિક શાળા, રીટાબેન બાબુભાઈ પટેલ કુમાર બ્રાન્ચ -4 પ્રાથમિક શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. તેમજ શિક્ષકોના પરિવારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા. આ તબક્કે બી. આર. સી. કૉ – ઓર્ડિનેટર આમીનબેન એ.પઠાણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં શ્રાવણી જુગારના દરોડા યથાવત : પાંચ જુગારીને કબજે લેતી વાલીયા પોલીસ

ProudOfGujarat

કારમી હાર બાદ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું રાજીનામું, શું આ રીતે હારનો સામનો કરશે કોંગ્રેસ કે પછી ટક્કર આપશે.

ProudOfGujarat

ભરૂચ શહેરની શંભુ ડેરી નજીક મનીષાનંદ સોસાયટીમાં રહેતાં શાકભાજી વેચતાં વેપારીનાં ઘરમાં ભર બપોરે ચોરી-નજીકમાં જ પોલીસનો પહેરો હોવા છતાં ચોરી ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!