અંકલેશ્વર
તારીખ. 09.04.18
ઔદ્યોગિક નગરી અંકલેશ્વર ને અડી ને આવેલ રાજપીપલા રોડ પર ના ભંગાર ના વેપારીઓ અંકલેશ્વર ની વિવિધ કમ્પનીઓ માંથી કમ્પનીઓ નું કેમિકલ વેસ્ટ લાવી તેનો નિકાલ કરે છે જેમાં તેઓ ત્યાં પ્લાસ્ટિક બેગો ધોવાનું. અને પલાસ્ટિક ના ગઠ્ઠા બનાવી વેચવાના ગેરકાયદેસર ના કૃત્યો તેમજ કેમિકલ જમીન માં ડાટતા હોવાની માહિતી પ્રકૃતિ શુરક્ષા મંડળ ને મળી હતી.
જેની જાત તપાસ કરવા પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સભ્યો તથા તેમની ટીમ ગઇ હતી અને આ વાત સાચી જણાતા ત્યાંના ફોટા અને વીડિયો લેતા ત્યાંના કેટલાક વેઓરીઓ એ ધમકી આપી ચાલ્યા જવાનું કહ્યું હતું જોકે આ હકીકત ની બધી વિગત અંકલેશ્વર ની GPCB ને મોકલી ફરિયાદ કરી હતી જેના અનુષંધાને આજે GPCB ની ટીમેં સ્થળ.પર જઇ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 6 થી વધારે વ્યક્તિઓ પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે જેઓ જમીન અને પાણી ને પ્રદુષિત કરી પર્યાવરણ ને ગંભીર નુકશાન કરી રહ્યા હતા.પર્યાવરણ વાદીઓ એ જણાવ્યું હતું કે કમ્પનીઓ એ તેમનું કેમિકલ વેસ્ટ નું નિકાલ આ રીતે નહીં કરવા જોઈએ અને તેનો નિકાલ BEIL માં મોકલવા જોઈએ પરંતુ તેનો ખર્ચ થતો હોય છે જે બચાવવા આ રીતે વ્યાપારીઓ ને આપી બહાર નિકાલ કરવામાં આવે છે. અંકલેશ્વર ની બહાર ની કમ્પનીઓ નું કેમિકલ વેસ્ટ પણ અહીંયા અંકલેશ્વર ખાતે લાવવામાં આવે છે . આ બાબતો ને નિયંત્રણ કરવાના કાયદાઓ નું ઉલ્લઘન કરનારાઓ સામે સખ્ત કાર્યવાહી હાથ ધરવી જોઈએ.