Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં ગડખોલ ટી બ્રિજ પર વિવિધ સગવડો કરવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને પાઠવ્યું આવેદન.

Share

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ ડેલિગેશન દ્વારા ગડખોલ ટી બ્રિજ પર વિવિધ સગવડો કરવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી બ્રિજ પર લાઈટ, ટ્રાફિક ચિહ્નો સહિતની સુવિધાઓની માંગ કરી હતી.

આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર આજે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના યુવા કોંગ્રેસ દ્વારા ગડખોલ ટી બ્રિજ પર લાઈટ તેમજ અન્ય ટ્રાફિકની સુવિધાઓની માંગ માટે ધારાસભ્યને સંબોધીને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં બ્રિજ પર લાઈટ, ટ્રાફિક ચિહ્નો અને સીસીટીવી તેમજ સ્પીડ બ્રેકરની સગવડો કરવામાં આવે તેમ જણાવ્યું છે. આ આવેદનપત્ર પાઠવતી વખતે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફભાઈ કાનૂગા, ઉપપ્રમુખ હેમંત પટેલ, જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી વસીમ ફડવાળા, સ્પંદન પટેલ, પ્રતીક કાયસ્થ, શહેર આદિજાતિ સેલના પ્રમુખ અર્જુનભાઇ વસાવા, સિકંદરભાઈ કડીવાળા, અરુણ વસાવા, મુકેશભાઈ વસાવા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ એસ. ઓ. જી. એ લાયસન્સ વગર ચાલતી સિક્યુરિટી એજન્સીને ઝડપી પાડી…

ProudOfGujarat

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ભરૂચ તાલુકા પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ઝડપ્યો …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!