Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીની હાઈકલ કેમિકલ્સ કંપનીમાં લાગી આગ.

Share

અંકલેશ્વર ખાતે સતત આગ લાગવાની ત્રીજી ઘટના બનવા પામી છે. જેમાં ગતરોજ સાંજના અરસામાં પાનોલી જી.આઇ.ડી.સી.ની હાઈકલ કેમિકલ્સ કંપનીના પ્લાન્ટ-3 માં એકાએક આગ ભભૂકતા ભાગદોડ મચી જવા પામી હતી.

હાઈકલ કેમિકલ્સ કંપનીના પ્લાન્ટ-3 માં કોઇ કારણોસર લાગેલ આગ એટલી વિકરાળ હતી કે દૂરથી જ આગના ગોટેગોટા જોવા મળતા હતા. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા સૌના જીવ તાળવે ચોંટ્યા હતા. આ આગની જાણ કરાતા જ આ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની પાંચ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવા માટે પ્રયાસ શરૂ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ મામલતદાર અને તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આ આગ કેવી રીતે લાગીનિ તાગ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે આ આગને પગલે કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

વલસાડ મોગરાવાડી તળાવમાં ગંદકી બાબતે રજૂઆત કર્યા બાદ ગણતરીની કલાકમાં સાફ-સફાઈ કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપલા : શ્રેષ્ઠ કામગીરી દ્વારા દેશની તમામ ડિસ્કોમ્સમાં મોખરાના પ્રથમ ચાર સ્થાનોએ રહી ગુજરાતની વીજ વિતરણ કંપનીઓએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ

ProudOfGujarat

જંબુસર ખાતે મુસ્લિમ બિરાદર દ્વારા ઇદે મિલાદ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!