બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો પાકા.કેદી નં.૮૬૬૧૯-મોહંમદ આરીફ ઇસ્માઇલ ખા પઠાણ, રહે,આદર્શ નગર મસ્જીદ પાસે, અંકલેશ્વર નાઓને તા,૧/૦૨/૨૦૨૨ ના રોજ ૬૦ દિન ના વચગાળાના જામીન મંજુર થતા તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા,જે બાદ તેઓએ તા,૨/૦૪/૨૦૨૨ ના રોજ જેલ બંધી પહેલા જેલ ખાતે વચગાળાના જામીન પર હાજર થવાનું હતું,પરન્તુ તેઓ હાજર ન થઇ અને ફરાર થઇ જતા આખરે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જ્યુડિશિયલ જેલરે ફરિયાદ આપતા પોલીસે મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહંમદ આરીફ ઈસ્માઈલ ખા પઠાણ સામે ભરણ પોષણની રકમ ૧.૬૫૦૦૦ ન ભરવા બદલ ૩૩ તેત્રીસ માસ અને ૩૩૦ દિવસ ની સાદી કેદ ની સજાનો હુકમ વડોદરા કોર્ટ દ્વારા ગત ૧૭/૧૨/૨૦૨૧ ના રોજ થયો હતો જે બાદ વચગાળાના જામીન પર છુટેલ આરોપી ફરાર થઈ જતા આખરે મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારૂન પટેલ