તાજેતરમાં જ ગુજરાતના વડગામ ખાતેના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા વિવાદિત ટ્વીટ મામલે આસામમાં નોંધાયેલ એક નાગરિક દ્વારા ફરિયાદ બાદ મેવાણીની ધરપકડ કરવાના આવી હતી, જે બાદ મેવાણીને આસામ ખાતે લઈ જવામાં આવ્યા છે.
જીગ્નેશ મેવાણીની ધરપકડને ગેર બંધારણીય ગણાવી આજરોજ અંકલેશ્વર યુવા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં પાસે ઉપસ્થિત રહી હાથમાં પ્લેકાર્ડ લઈ સરકાર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનૂગા, સ્પંદન પટેલ, પ્રતીક કાયસ્થ, અર્જુનભાઇ વસાવા, મનુભાઈ સોલંકી, જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી વસીમ ફડવાળા, પૂર્વ યુવા પ્રમુખ ભરત પરમાર, જિલ્લા અગ્રણી મગનભાઈ માસ્ટર, ઇકબાલભાઈ ગોરી, ઉત્તમભાઈ પરમાર, મમતાબેન વસાવા, અરુણભાઈ વસાવા, સિકંદરભાઈ કડીવાલા, નૂરભાઈ, તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હારુન પટેલ