અંકલેશ્વર તાલુકામાં ભડકોદ્રા ગ્રામ પંચાયત વિસ્તારમાં અન્સાર માર્કેટનાં પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનની બાજુમાં આંગણવાડી ચાલી રહી છે. જ્યા કેમિકલ યુક્ત પ્લાસ્ટિક બેગો સહીત વેસ્ટનો ખડકલો જોવા મળી રહ્યો છે. આંગણવાડીમાં આવતા બાળકો સ્વાસ્થ સાથે રીતસર અસર ઊભી થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. જે જોતા તંત્ર દ્વારા પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉન બંધ નહિ કરવામાં આવે તો ભવિષ્ય બાળકો પર તેની વિપરીત અસર થાય તો નવાઈ નહિ.આ આંગણવાડીમાં ૨૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે. વહીવટીતંત્ર આ પરત્વે ઝડપથી કાર્યવાહી કરે તેવી વાલીઓ માંગણી કરી રહયાં છે.તો ગામના તલાટીએ આ અંગે જણાવ્યું હતું કે આ અંગે કાર્યવાહી કરવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવી છે
Advertisement