Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીની કેન્દ્ર સરકારની ટીમે મુલાકાત લીધી.

Share

ગુજરાતમાં સ્પેશ્યાલીટી કેમીકલ્સ બનાવતી કંપનીની કેન્દ્ર સરકારના કેમિકલ અને પેટ્રોકેમિકલ વિભાગના અગ્રણી સચિવ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં અંકલેશ્વરની સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીની પણ મુલાકાત લેવાઈ હતી.

ગુજરાતમાં જે કંપની સ્પેશિયલ કેમિકલ બનાવતી હોય અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી હોય તે કંપનીની મુલાકાતે કેન્દ્ર સરકારના કેમિકલ અને પેટ્રોકેમિકલ વિભાગના સચિવ કુમારી આરતી આહુજા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન અંકલેશ્વરની સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીની પણ તેઓએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને વાઇસ ચેરમેન એમ. થેન્નારાસન, અંકલેશ્વર જીઆઇડીસીના રિજિયોનલ ઓફિસર ધવલ વસાવા, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર અરુણ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણી તેમજ પૂર્વ પ્રમુખ મહેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કંપનીના સિનિયર ઓફિસર અરુણ મહેતા પણ આ પ્રસંગે તેમની સાથે જોડાયા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાનાં માંજલપુર વિસ્તરમાં 5 વર્ષના બાળકને ડેન્ગ્યૂ થતા મોત

ProudOfGujarat

સીતપોણની મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓ તથા શાળાના બે મદદનીશ શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : વરેડિયા નજીક કારને અજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!