Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરની કડકિયા એજ્યુકેશન કેમ્પસને ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી દ્વારા ICSI કોર્ષની માન્યતા અપાઈ.

Share

અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ કડકિયા એજ્યુકેશન કેમ્પસને ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી દ્વારા આઈસીએસઆઈ કોર્સની માન્યતા આપવામાં આવી છે જેથી સ્થાનિક વિદ્યાર્થીઓને ઉચ્ચતમ શિક્ષણ મેળવવામાં સરળતા રહેશે.

ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી દ્વારા કડકિયા એજ્યુકેશન કેમ્પસ આ કોર્ષની માન્યતા આપવામાં આવી છે જેથી કડકિયા એજયુકેશન કેમ્પસમાં અભ્યાસ કરતાં અંકલેશ્વર તેમજ હાંસોટ પંથકના વિદ્યાર્થીઓને હવે ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ થશે. આ કેમ્પસમાં આઈસીએસઆઇ ના જુદા જુદા પ્રોગ્રામ જેમ કે CS-ફાઉન્ડેશન પ્રોગ્રામ, CS- એક્ઝીક્યુટીવ એન્ટ્રન્સ ટેસ્ટ, CSEET પ્રોગ્રામની માન્યતા આપવામાં આવી છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે અત્યંત સરળ ભાષામાં રીડીંગ મટીરીયલ તેમજ ઉચ્ચતમ ગુણવત્તાનું શિક્ષણ, અધ્યતન ક્લાસરૂમ અને વિદ્યાર્થીઓને અનુરૂપ અને ઇચ્છા મુજબની ક્લાસરૂમની સગવડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે એમ કોલેજના ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે. શનિ-રવિની રજાઓમાં તેમજ સોમવારે સાંજે આ કોર્સનું શિક્ષણ આપવામાં આવશે.

Advertisement

Share

Related posts

અમદાવાદ-ઓઢવ ગરીબ આવાસ યોજનાના બે બ્લોક ધરાશયી થવાની ઘટના-એકનું મોત ચાર ને બચાવાયા….

ProudOfGujarat

કઠલાલમાં યુવકને માથામાં ઘા કરી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા મોત નીપજાવ્યુ

ProudOfGujarat

ઝગડિયા કંપનીમાં આવતુ HCL ટેન્કર ઢોળાતાં નાસભાગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!