Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ને. હા. નં.48 પર આવેલ ગોડાઉનમાંથી શંકાસ્પદ એસ.એસ.ના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

અંકલેશ્વર ખાતે અંસાર માર્કેટના ભંગારના ગોડાઉનમાંથી બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ સાથે એક શખસને ઝડપી પાડયો છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બિ. એન. સગરની સૂચના અનુસાર એલસીબીની ટીમ વહેલી સવારે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે બાતમીના આધારે અંકલેશ્વર ને. હા. 48 ઉપર ભંગારના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડતાં ગોડાઉનના માલિક દાલમિયા ઉર્ફ સઈદ નેકશેખાન પઠાણ રહે. મીરાનગર સારંગપુર અંકલેશ્વરને પોલીસે શંકાસ્પદ એસ.એસ ના પાઇપ તથા એંગલો, પ્લેટો જેનું કુલ વજન 1900 કિ.ગ્રા કિંમત રૂપિયા 66,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ એલસીબી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી ગોડાઉન માલિક મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હોય અને ક્યાંય મોકલવાનો હોય તે સહિતની વિગતોનો તાગ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

વડતાલધામમાં હનુમાનજીનું વિશેષ પૂજન આરતી અને અન્નકૂટ યોજાયા.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે બુદ્ધિશાળી વર્ચ્યુઅલ સહાયક ‘RIA’ ની કરી રજૂઆત.

ProudOfGujarat

ગોધરા તેમજ કાલોલ ખાતે પુસ્તક પરબ અર્તગત   સાહિત્યલક્ષી કાર્યક્રમો યોજાયા 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!