અંકલેશ્વરમાં નવા બનતા મકાનમાંથી જ્વલનશીલ શંકાસ્પદ પ્રવાહી સાથે બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઇકાલે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હોય તે સમયે ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરતાં ઇસમોની પ્રવૃતી રોકવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવતા બાતમી મળેલ કે નેશનલ હાઇવે ન.48 પર અંકલેશ્વરથી સુરત જતાં ટ્રેક ઉપર આવેલ હોટલ પ્લસ પાછળ અંકલેશ્વરના કાપોદ્રામાં નવી બનતી શિવદર્શન નામની રેસિડન્સીમાં નવા બનતા મકાનમાં જ્વલનશીલ પ્રવાહીનો શંકાસ્પદ જથ્થો શીલ કરીને રાખવામા આવ્યો હોય આ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમી મુજબના સ્થળ ઉપર પોલિસ દરોડો પાડતાં નવા બનતા મકાનમાંથી જ્વલનશીલ શંકાસ્પદ પ્રવાહી 1010 લિટર કિં. રૂપિયા 66,600/-, પ્લાસ્ટિકની મોટી ટાંકી કિમત રૂપિયા 10,000/-, 3 નાની ટાંકી કિમત રૂપિયા 6000/-, શંકાસ્પદ પ્રવાહીને બહાર કાઢવા માટે ફિડિંગ પંપ કિમત રૂપિયા 10,000/-, લોખંડ તથા પ્લાસ્ટિકના બેરલ 14 કી.રૂ.2800/-, મોબાઈલ કિં.રૂ.30,000/- સાથે બંને આરોપીઓ (1) મહેશ ઉર્ફે ધૂધો રાજાભાઈ મેવાડા રહે. 278, ડાહ્યા પાર્ક સુરત (2) લાલજી ઉર્ફે લાલો કાનાભાઇ મેવાડ રહે. 278, ડાહ્યા પાર્ક સુરતને પોલિસે કુલ મુદ્દામાલ રૂ 1,19,400/- સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ફરાર આરોપી યોગેશની પોલિસે શોધખોળ હાથ ધરી છે.
અંકલેશ્વરનાં કાપોદ્રામાંથી બાયોડીઝલના જથ્થા સાથે બે ઇસમોની અટકાયત કરતી એલ.સી.બી.
Advertisement