Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના અડોલ ગામથી શંકાસ્પદ મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

અંકલેશ્વરના અડોલ ગામથી શંકાસ્પદ મોબાઈલ સાથે એકને ઝડપી લઈ ઘરફોડ ચોરીનો ભેદ એલ.સી.બી. પોલીસે ઉકેલ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ બી.એન.સગરના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ની ટીમ અંકલેશ્વરમાં ગઇકાલે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વરના અડોલ ગામે રહેતા એક ઈસમ પાસે કેટલાક શંકાસ્પદ મોબાઈલ ફોન છે જે વેચાણ કરવા ફરી રહ્યો હોય આથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા જુદી-જુદી કંપનીના મોબાઈલ સાથે પોલીસે મહેશ ઉર્ફે કોલો અંબુભાઇ વસાવા રહે. અડોલ અંકલેશ્વરને 4 મોબાઈલ સાથે કિં.રૂ. 13,200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. જેની આકરી ઢબે પૂછતાછ કરતાં જાણવા મળ્યું છે કે આજથી દોઢ વર્ષ પહેલા તેનાં સાગરીત સાથે મળી મોબાઈલ તથા સોના-ચાંદીની ચોરીની પોલીસ સમક્ષ કબૂલાત આપેલ હોય આ કેસમાં ફરાર આરોપી મહેશ ઉર્ફે મોના કાંતિ વસાવાને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

મહા વાવાઝોડાની ગુજરાતમાં મહાઅસર

ProudOfGujarat

ભરૂચની એપલ હોટલના વગર પરવાનગીએ થતાં બે માળના બાંધકામને અટકાવતુ બૌડા…

ProudOfGujarat

અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ભાવનગર દ્વારા આયોજિત ગુજરાત ગૌ ક્રાંતિ સાયકલ યાત્રા ભરૂચમાં આવી પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!