અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે ગતરાત્રીના સમયે મામલતદાર, નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓ એક ગોડાઉન જેવા સ્થળે દરોડા પાડી મોટી માત્રામાં ગરીબોના હકનો સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરી તેને વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
દરોડામાં દુકાનના સંચાલક જંકેશ મોદીની અધિકારીઓ પુછપરછ હાથ ધરી હતી, જેમાં આ જથ્થો કંઈ રીતે મેળવતા હતા કેટલા સમયથી આ અનાજને તેઓ વેચતા હતા કેટલા પ્રમાણમાં આ જથ્થો છે, સહિતની બાબતો ઉપર તંત્રના અધિકારીઓએ તપાસ હાથધરી ગેરરીતિ આચરનાર દુકાનના સંચાલક સામે પ્રાથમિક તબકકે કાર્યવાહીની તૈયારીઓ બતાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તંત્રના અધિકારીઓએ જે સ્થળે દરોડા પાડ્યા હતા તે સ્થળે મોટી માત્રમાં અનાજનો જથ્થો હોવાનુ માલુમ પડ્યું હતું, ત્યારે ગરીબોના દુશ્મન બની બરોબારો આ પ્રકારના અનાજ વેચવાના કૌભાંડના તાર તપાસમાં ક્યાં સુધી પહોંચે છે તે બાબત પણ આ કૌભાંડ સામે આવ્યા બાદથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
હારુન પટેલ