ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલે હવાલો સંભાળ્યા બાદથી જ જાણે કે બુટલેગરો પર તવાઈ બોલાવી હોય તેમ એક બાદ એક નશાનો વેપલો કરતા તત્વો જેલના સળિયા પાછળ ધકેલાય રહ્યા રહ્યા છે, જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં અનેક બુટલેગરોને ત્યાં પોલીસે દરોડા પાડી લાખોનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે, તેવામાં વધુ એક બુટલેગર હવે જેલના સળિયા ગણતો થયો છે.
ભરુચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે અંકલેશ્વર તાલુકાના નાગલ ગામથી અડોલ ગામ તરફ જતા રોડ પર આવેલ નહેર પાસેના શેરડીના ખેતરમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાંચના દરોડામાં પ્રજ્ઞનેશભાઈ, અંકનભાઈ વસાવા રહે.સંજોદ નાઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ચિંતન અંકનભાઈ વસાવા રહે,માટીયેડ નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી શરાબની નાની મોટી ૩૨૩ નંગ બોટલ મળી કુલ ૩૫,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરતા બુટલેગરો વધુ એકવાર ફફડાટનો માહોલ છવાયો છે.
હારુન પટેલ