અંકલેશ્વર ના મોટવાણ ગામ હોય કે હજાત ગામ કે આ વિસ્તાર ના અન્ય ગામો ના તળાવો બારેમાસ પાણીથી તરબર જોવા મળતા હોય છે અને તેથી કમળ કાકડી કે કમળના ફૂલો સ્વયંભૂ ઉગી નીકળતા હોય છે ,આજકાલ અંકલેશ્વર -હાંસોટ પંથક ના ગામતળાવો માં કમળના ફૂલોએ ગજબનું આકર્ષણ જમાવ્યું છે ,સફેદ ,કેસરી અને ગુલાબી કમળના ફૂલો એ રમણીય વાતાવરણ ઉભું કર્યું છે.ઉલ્લેખનીય છે કે મુંબઈના મહાલક્ષ્મી ટેમ્પલ ની બહાર કમળ ના એક ફૂલ ની કિંમત રૂપિયા 200 થી 300 માં વેચાય છે,અને શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં ધરે છે પરંતુ તેજ કમળ અંકલેશ્વર -હાંસોટ પંથક ના ગામતળાવો માં વિના મૂલ્યે તોડાય રહ્યા છે, કહેવાય છે,કે,સ્થાનિક ગામતળાવોમાં ઉગતા કમળો અન્ય જિલ્લાના ફૂલોના વેપારીઓ આવી વિના મુલ્યે તોડી જાય છે તો આ વેપારીઓ સ્થાનિક ગામના શ્રમજીવી ઓને તળાવમાંથી કમળો તોડી લાવવા નજીવી મજૂરી ચૂકવી દેતા હોય છે ત્યારે સ્થાનિક ગ્રામજનો કમળના ફૂલોની સાચી કિંમત સમજી શક્યા નથી ,તેમને મન તો ગામતળાવ ની એક નિંદણ ના ભાગ રૂપે જ કમળ નું સ્થાન છે
અંકલેશ્વર – હાંસોટ પંથકના ગામ તળાવોમાં કમળ ના ફૂલો સ્વયભૂ અવતરણ પામતા હોય છે, એટલે કે ગામ તળાવ માં સ્વયંભૂ રીતે કમળો ઉગતા આવ્યા છે જોકે અનેક આશ્ચર્યો વચ્ચે ગ્રામજનો કમળ ના ફૂલોને વ્યવસાયિક આવક સ્ત્રોત તરીકે સ્વીકાર્યું નથી
Advertisement