અંકલેશ્વરની શૈશવ દિવ્યાંગ બાળકોની શાળા ખાતે ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન મુજબ ૧૮ વર્ષથી વધુ વયના દિવ્યાંગ યુવાનોને મામલતદાર અને પ્રાંત કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં મતદાન ઓળખકાર્ડના ફોર્મ ભરવામાં આવ્યા હતા અને સ્વીપ અન્વયે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી.
ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન મુજબ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સંચાલિત શૈશવ દિવ્યાંગ બાળકોની શાળા ખાતે નાયબ મામલતદાર કૃપાબેન પટેલ અને નાયબ મામલતદાર નીલાબેન પટેલ અને રોટરી ક્લબના પ્રમુખ જીગ્નેશ પટેલની અધ્યક્ષતા હેઠળ ૧૮ વર્ષથી વધુ વયના દિવ્યાંગ યુવાનોને મતદાન ઓળખકાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જેમાં કુલ-૧૨ જેટલા દિવ્યાંગોને મતદાન ઓળખકાર્ડ માટેના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા તેમજ ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સ્વીપ અન્વયે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કવીઝ કોમ્પિટિશનમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગજેન્દ્ર પટેલ, સામાજિક કાર્યકર મોહન જોશી સહિત દિવ્યાંગ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરમાં ૧૨ થી વધુ દિવ્યાંગોના મતદાન ઓળખ કાર્ડ માટે ફોર્મ ભરવામાં આવ્યા.
Advertisement