ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ભરૂચના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરમા શારદાભવન ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને નારી અદાલતની સમજ તેમજ સરકારની મહિલા વિષયક તમામ યોજનાની વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. સમારંભના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલે મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી અને જેનો મહત્તમ લાભ લેવાની ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો. નારી સંમેલનમાં અન્ય વક્તાઓ દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ, સરકારની મહિલા વિષયક યોજનાઓ, 181 મહિલા અભિયમ, મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ નારી સંમેલનમાં મહિલા બાળ અને યુવા પ્રવૃત્તિ ભરૂચના અધ્યક્ષ વર્ષાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરત પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન આરતીબેન પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદ પટેલ, ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, જિલ્લા પંચાયતના સદસ્ય શૈલાબેન પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ, અંકલેશ્વરના સીડીપીઓ રોશનબાનુ રાયલી, સબંધિત વિભાગના અધિકારીગણ મહિલા આગેવાઓ તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે નારી સંમેલન યોજાયું.
Advertisement