Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ડેનોફાર્મ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 3 લાખનું અપાયું અનુદાન.

Share

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતિ જયાબેન મોદી હોસ્પિટલ 1986 થી સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્યરત છે. હોસ્પિટલ 140 બેડથી યુક્ત એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. સ્વાસ્થય ક્ષેત્રની સુવિધા અંકલેશ્વર ક્ષેત્રના તમામ લોકો સુધી પહોંચે અને સ્વાસ્થ્યને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું નિદાન થાય તે માટે આ ક્ષેત્ર અદ્યતન સુવિધાથી સુસજ્જ થાય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બને અને તેનો લાભ દરેક નગરવાસીઓને મળે તેમાટે ડેનોફાર્મ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ.3 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.

આ અનુદાન બદલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના ટ્રસ્ટી કમલેશ ઉદાણી, ટ્રસ્ટના જનરલ મેનેજર નિનાદ ઝાલા તેમજ શ્રીમતિ જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.અંજના ચૌહાણ દ્વારા ડેનોફાર્મ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ, અંકલેશ્વરના ડિરેક્ટર જયંત દાસનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

વાપીમાં કપચી ભરેલી ટ્રક પલ્ટી ખાઈ ગઈ : ડ્રાઇવરનો આબાદ બચાવ

ProudOfGujarat

અક્ષયની ફિલ્મ OMG-2 પર રીલીઝ પહેલા થઈ બબાલ, સેન્સર બોર્ડે કરી કાર્યવાહી

ProudOfGujarat

ક્ષત્રિય રોહિત સમાજ કીમ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!