અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સુરવાડી બ્રિજ ખાતે નંબર પ્લેટ વગરની બે મોટર સાયકલ લઈને પસાર થતા બે ઇસમોને જોઈ તેઓને રોકતા તેઓએ મો.સા રોકી ન હતી અને બાદમાં તેઓ સ્થળ પરથી ફરાર થતા પોલીસે તેઓનો પીછો કરી રોકી મોટર સાયકલ અંગે કાગળો માંગવામાં આવતા બંને ઈસમોએ પોલીસને સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેઓની મો.સા મામલે એન્જીન અને ચેચીસ નંબર ને ઇ.ગુજકોપ મોબાઈલ પોકેટ કોપમાં સર્ચ કરતા મો.સા ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.
અંકલેશ્વર શહેર પોલીસે બંને ઇસમોને પોલીસ મથકે લઈ જઈ મો.સા અંગે પૂછપરછ કરતા તેઓએ અંકલેશ્વર બ્રિજ નગર વિસ્તારમાંથી ચાર મહિના અગાઉ આ મોટર સાયકલ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જોકે બાદમાં મામલે પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતા બંને ઈસમોએ અત્યાર સુધી ૧૯ જેટલી મોટર સાયકલો વિવિધ સ્થાનેથી ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરતા બંનેની પોલીસે ધરપકડ કરી છે.
અંકલેશ્વર શહેર પોલીસે સમગ્ર મામલે નઈમ ઉર્ફે સાનુ ઇકબાલ શેખ રહે. હિંગલોટ, દેત્રાલ ચોકડી ભરૂચ તેમજ મોહંમદ ઉઝેર અબ્દુલ મજીદ શેખ રહે.સર્વોદય નગર, અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીની કુલ ૧૯ મોટર સાયકલો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારૂન પટેલ