શ્રી ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે આજે “સપ્તધારા” અંતર્ગત જ્ઞાનધારા અને સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી થયો હતો. પ્રાસંગિક ઉદબોધન કાર્યકારી આચાર્ય ડો. કે. એસ. ચાવડાએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓના સપ્તધારા અંતર્ગત વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ સાત રંગોની જેમ થાય છે, વિદ્યાર્થીઓની છૂપી શક્તિઓ બહાર આવે છે. જ્ઞાનધારાના કન્વીનર ડો. જી. કે. નંદાએ જણાવ્યું હતું કે વિવિધ સ્પર્ધાઓમાં ઇન્ટરવ્યૂ સ્કીલ તથા વિવિધ સ્પર્ધાઓમાં છે જેમાં વિદ્યાર્થીએ ભાગ લેવો જોઇએ. જેમ કે તરતા શીખવું હોય તો એક વખતે કૂદવું પડે. ગમે તેટલા પુસ્તકો વાંચશો એના કરતાં એક વખતે તમે યોગ્ય આજે સલાહકાર છે એના માર્ગદર્શનમાં જો તમે એક વખતે ડૂબકી મારો તો બે-ત્રણ ડુબકી ખાઈને પણ તમે તરતા શીખી જાવ છો. વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે વિવિધ વિષયો પર પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. પ્રથમ ક્રમે સોહેલ દિવાન, બીજા ક્રમે સઈદ શાહ તથા જ્યોતિ પટેલ, ત્રીજા ક્રમે સુરતી કુણાલ વિજેતા જાહેર થયા હતા. નિર્ણાયક તરીકે પ્રા. પ્રવિણકુમાર બી. પટેલ તથા ડો.વર્ષા પટેલે સેવા આપી હતી. સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા કન્વીનર ડો.જયશ્રી ચૌધરીએ સર્જનાત્મક અભિવ્યક્તિ કરવા વિદ્યાર્થીઓને પ્રેરણા-પ્રોત્સાહન આપ્યું હતું.આ ઉપરાંત પોસ્ટર સ્પર્ધા, સ્વરચિત કાવ્ય- વાર્તા લેખન,નિબંધ લેખન વગેરે સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, “ઇન્ટરવ્યૂ સ્ટીલ્સ” સ્પર્ધામાં સોહેલ દિવાન, સઈદ શાહ, જ્યોતિ પટેલ, સેવક પઢીયાર, કુણાલ સુરતીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછાતા ગૂંચવણભર્યા પ્રશ્નોનો સામનો કરવાનો અનુભવ લીધો હતો. આભારવિધિ સપ્તધારા કો-ઓર્ડીનેટર પ્રા. રાજેશ પંડ્યાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવક પઢીયાર રાહુલ વસાવા વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સોહેલ દિવાન તથા સઈદ શાહે કર્યું હતું.
અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે “સપ્તધારા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.
Advertisement