ભરૂચના ગડખોલ ગ્રામ પંચાયતમાં ગત ડિસેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાયેલ જેમાં કેટલાક વિસ્તારોમાં અમુક જૂથના સભ્યોની હારના કારણે અસામાજિક તત્વો દ્વારા અવારનવાર આ વિસ્તારમાં મારામારીના બનાવો બનતા રહે છે. તાજેતરમાં ગડખોલના બે વ્યક્તિઓને માર મારવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપતો કિસ્સો પ્રકાશમાં આવતાં મહિલા સરપંચના પતિ પુત્ર સહિતના નવ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર ગડખોલ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં લોકહિતના કાર્યો થાય અને સરકારી નાણાની ઉચાપત ન થાય તેવા કથિત આક્ષેપો થતાં રહે છે આથી આ વિસ્તારમાં સરકારી કામ ન થતા હોય રહેવાસીઓને યેનકેન પ્રકારે ધાક ધમકી આપવામાં આવે છે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ અપાય છે. આ વિસ્તારના તલાટી કમ મંત્રી મૂકપ્રેક્ષક બની ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા રહે છે તેવા પણ આક્ષેપો રજૂઆતમાં કર્યા છે. તલાટી કમ મંત્રીએ તાજેતરમાં જ નીરવકુંજના સભ્ય દીપુ પ્રસાદને યોગેશ્વર નગરમાં બોલાવી શ્રીકાંત યાદવ, રાધેશ્યામ યાદવ, અમિત પટેલ, મનોજ સહિતના સભ્યો દ્વારા માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવે છે તેમજ ગડખોલના જીગ્નેશ પટેલ જેઓ અંકલેશ્વર ખાતે બીજી સીટમાં નોકરીએ જતા હોય તે સમયે તેઓને આ માથાભારે શખ્સો દ્વારા સરપંચના પુત્ર સાગરીતોએ લાકડીથી માર મારી ખૂની હુમલો કરેલો અને બાજુમાંથી પસાર થતી એક ગટરમાં ફેંકી દેવામાં આવેલ હોય આ તમામ સભ્યો ગુનાહિત મનોવૃત્તિ ધરાવતા હોય અમારા જીવનું જોખમ હોય અવારનવાર ગડખોલમાં મારામારીના બનાવો બનતા રહે છે ગામની શાંતિ ડહોળાય છે સેવા આક્ષેપો સાથે ગડખોલના રહેવાસીઓએ ભરૂચના એસ.પી સમક્ષ ગામમાં શાંતિભર્યું વાતાવરણ રહે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આ વિસ્તારના લોકોને ન્યાય મળે તેવી માંગ સાથે આજે રજૂઆત કરી હતી.
ગડખોલ ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ પુત્ર સહિત નવ સામે મારામારીની ફરિયાદ.
Advertisement