Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં જુના દિવા ગામની સીમમાં જુગાર રમતા ૮ જુગારી ઝડપાયા, ૧૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો..!

Share

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે અંકલેશ્વરના જુના દિવા ગામ ખાતેની સીમમાં આવેલ ભૂતિયા વગામાં આવેલ શેરડીના ખેતરમાં બાતમીના આધારે દરોડા પાડતા જુગરીઓમાં ફફડાટની લાગણી છવાઈ હતી, પોલીસે જુગાર રમતા કુલ ૮ જેટલા આરોપીઓને ૧૪,૮૧,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ક્રાઇમ બ્રાંચના દરોડામાં જુગાર રમતા (૧) મનોજ કુમાર બાલુભાઈ પટેલ રહે.જુના દિવા,અંકલેશ્વર (૨) શૈલેષ વિઠ્ઠલભાઈ પટેલ રહે જુના દિવા (૩) ફરસુભાઈ કેશુભાઈ વસાવા રહે,જૂની દિવી, (૪) ગુલામ અકબર બશિર મુલ્લા રહે,મુલ્લાવાડ (૫) સંદીપ સોમાભાઈ પટેલ રહે.નવા હરિપરા (૬) કેશવભાઈ રાજેન્દ્ર ભાઈ કલાલ રહે,સાંઈ વાટીકા કોસમડી, (૭) અર્જુનસિંહ રતનસિંહ અટોદરિયા રહે,હરિપુરા ઝઘડિયા તેમજ (૮) પાર્થ કુમાર જનકભાઈ વાઘેલા રહે મિલેનિયમ માર્કેટ પાછળ ભરૂચ નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા રૂપિયા ૨,૧૪,૭૦૦ તેમજ દાવ પરના ૨૧,૫૦૦ સહિત એક કિયા સેલ્ટોસ કાર અને ૯ જેટલા મોબાઈલ ફોન કબ્જે કરી તમામની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા પોલીસ કમિશનરની પહેલ, નવરાત્રીમાં રાત્રે ઘરે જવા વાહન નહીં હોય તો પોલીસ મૂકવા આવશે

ProudOfGujarat

રાજપીપળા : સાગબારાના નાલાકુંડ ગામે બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચની ખારી શિંગ આમ તો જગ વિખ્યાત છે જોકે ગોલ્ડન બ્રિજને અડીને આવેલ કેટલાક ફૂડ સ્ટોલ સૂકી ભેલ માટે પણ જાણીતા બન્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!