અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ૩ વર્ષીય બાળક હ્રદયની બીમારી સાથે દાખલ થયો હતો.તેના પ્રાથમિક તબીબી પરિક્ષણમાં તેને જન્મજાત હ્રદયના નીચેના પડદા પર ખામી હોવાથી લોહીના પરિભ્રમણમાં તકલીફ થતી હોવાનું તારણ નીકળતા હોસ્પિટલના નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ ડો. રાજીવ ખરવર અને ડો.સ્નેહલ પટેલે બાળકની સફળ શસ્ત્ર ક્રિયા કરી તેનો જીવ બચાવ્યો હતો.આ શસ્ત્ર ક્રિયામાં તેને શરીર પર એકપણ કાપ મુકવામાં આવ્યો ન હતો.આ પ્રકારની સફળ સર્જરી ભરૂચ જીલ્લામાં પ્રથમ વખત કરવામાં આવી છે.અત્રે મહત્વપૂર્ણ છે કે રાજ્યસરકારની માં વાત્સલ્ય યોજના અંતર્ગત બાળકની સર્જરી વિના મુલ્યે કરવામાં આવી હતી
Advertisement