Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓની યુપીએલ યુનિવર્સિટી ખાતે એજયુકેશનલ ટુર યોજાઈ.

Share

અંકલેશ્વર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓની એજ્યુકેશન ટુર અંકલેશ્વરમાં જ ચાલી રહેલી યુપીએલ યુનિવર્સિટી ખાતે યોજાઇ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વટારીયા સ્થિતિ યુપીએલ યુનિવર્સિટી અગ્રણી યુનિવર્સીટીઓ પૈકીની એક છે જેણે ગુજરાત લેવલે અને સાઉથ ગુજરાત લેવલે પણ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. અંકલેશ્વર ખાતે મધ્યમ વર્ગીય બાળકોને રાહત દરે ઉચ્ચતમ શિક્ષણ આપતી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ દ્વારા ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓની એજ્યુકેશન ટુર યુપીએલ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી હતી. શાળાના શિક્ષકો અને કો-ઓર્ડીનેટરના વડપણ હેઠળ વિદ્યાર્થીઓએ યુપીએલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.

યુનિવર્સિટી ખાતે રજીસ્ટ્રાર ધર્મેશ પટેલે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને તેમની સાથે સંવાદ કરી હાલ જે અભ્યાસ વર્ગ ચાલી રહ્યા છે તેની વિગતવાર માહિતી આપી હતી. જેને લઇને વિદ્યાર્થીઓ પણ આનંદિત અને પ્રોત્સાહિત થયા હતા. તેમજ આપણા જ વિસ્તારમાં આટલી સરસ યુનિવર્સિટી જ્યારે ચાલી રહી છે ત્યારે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમણે અનેક સપના સેવ્યા હતા.

Advertisement

Share

Related posts

ઉત્તરાયણ પર્વએ ગાયને ઘૂઘરી ઓછી ખવડાવવા માટે પાંજરાપોળ ટ્રસ્ટીએ અપીલ કરી..જાણો કેમ ?

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયાના પાટીયા પાસે અકસ્માત સર્જાતા ૪ લોકોના મોત.

ProudOfGujarat

રાજપારડી ચાર રસ્તા પર નિયમોનો ભંગ કરતા ૧૧ જેટલા વાહનો ડિટેઇન કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!