ઉનાળાની શરૂઆત સાથે જ ભરૂચ જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે, જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા એક માસમાં આગ લાગવાના અનેક બનાવો બની ચુક્યા છે, ઔધોગિક એકમો તેમજ રહેણાંક મકાનોમાં આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જેમાં વધુ એક ઘટના સામે આવી છે.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જલધારા ચોકડી પાસેના જલધારા કો.હાઉસિંગ સોસાયટીના એપાર્ટમેન્ટના ચોથા માળે આજે સવારે અચાનક આગ લાગ્યા બાદ ધુમાળાના ગોટેગોટા નજરે પડતા એક સમયે એપાર્ટમેન્ટમાં વસતા લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, જોકે ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.
એપાર્ટમેન્ટમાં અચાનક લાગેલ આગનું ચોક્ક્સ કારણ હાલ સુધી સામે આવ્યું નથી પરંતુ અચાનક બનેલ ઘટનામાં સદનસીબે કોઈ પ્રકારની જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
હારુન પટેલ