Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખરોડ ચોકડી પાસે એસ.ટી બસને નડયો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહિ.

Share

ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે ૪૮ ઉપર દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે, હાઇવે વિસ્તારમાં રોજના અકસ્માતના બનાવો બની રહ્યા છે જેમાં પણ ખાસ કરી ભરૂચ, સુરત વચ્ચે અકસ્માતની સંખ્યાઓમાં છેલ્લા કેટલાય સમયથી વધારો નોંધાયો છે, જેમાં વધુ એક ઘટના આજે સામે આવી છે.

અંકલેશ્વરની ખરોડ ચોકડી વિસ્તારમાં સુરતથી વિસનગર તરફ જતી એસ.ટી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા એસ.ટી બસ રોડની સાઇડ ઉપર ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો, જોકે ડ્રાઈવરની સમય સુચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી, અકસ્માતની ઘટનામાં મુસાફરોના જીવ એક સમયે તાળવે ચોટયા હતા જોકે સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

નેત્રંગનાં કેલ્વીકુવા ગામે શોર્ટસર્કિટ થવાથી શેરડીનો પાક બળીને ખાખ.

ProudOfGujarat

નડિયાદ એસ.ઓ.જી પોલીસે હાથનોલી ગામેથી ૧.૩૨ લાખના ગાંજાના છોડ ઝડપી પાડયા

ProudOfGujarat

પંચમહાલ : શહેરાનાં પાલીખંડા ગામ પાસે એકટીવા અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત, બે યુવતીઓને ગંભીર ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!