અંકલેશ્વરની યૂપીએલ યુનિવર્સિટીમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના ડાયરેક્ટર પી એમ શાહ અને યુનિવર્સિટીના ચાન્સેલર સાન્દ્રા શ્રોફ દ્વારા ફાયર અને સેફ્ટીના ફાયર હાયડ્રેન્ટ પ્રણાલીનું ઉદ્દઘાટન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ તજજ્ઞો દ્વારા ફાયર અને સેફટી પર વ્યાખાયન, તાલીમ અને ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરની મોકડ્રીલ કરવામાં આવી હતી.
ઉપરોકત મોકડ્રીલ દરમિયાન વિધાર્થીઓનેઓને BEIL કંપનીના સંજય જોષી અને તેમની ટીમ દ્વારા આગ બુઝાવવા માટેના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિધાર્થીઓની સામે મોકડ્રીલ કરી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી એ ફાયર અને સેફ્ટીમાં ૧ લાખ કુશળ માનવબળ ઊભું કરવાનું છે જેના માટે તેમણે DISH ના ડાયરેક્ટર અને અન્ય મહાનુભાવો તથા વિદ્યાર્થીઓને મોટાપાયે ભાગ લેવા આહવાન કર્યું હતું અને બધાએ સાથે મળીને ભવિષ્યમાં બનતી આગની ઘટનાઓ પર કાબુ મેળવી જાનમાલનું નુકસાન બચાવવા તરફ પ્રયત્નો કરવું એમ જણાવ્યું હતું.