આજે પિરામણ ગામના સામાજિક અગ્રણી અને સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબના સુપુત્ર એવા ફૈઝલ પટેલ સાહેબના વરદ હસ્તે પ્રાથમિક શાળા, પીરામણ તા. અંકલેશ્વર ખાતે “પીવાના પાણીની પરબ”
(Drinking water facility)નું ઉદ્ઘાટન સહ અર્પણવિધિ સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
આ સુવિધા આપવા માટે અંકલેશ્વરની નામાંકિત સનફાર્મા કંપનીએ સી.એસ.આર. ભંડોળ હેઠળ આશરે રૂપિયા 3,50,000 જેટલો ખર્ચ બાળકોને શુદ્ધ પાણી મળે અને તેઓનું સ્વાસ્થ્ય જળવાય તે માટે કરવામાં આવેલ છે. આ સુવિધાનો ઉપયોગ શાળાના 550 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળનાર છે. આ ઉદઘાટન અને અર્પણવિધિ સમારોહના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે પિરામણ ગામના સામાજિક અગ્રણી અને સ્વર્ગીય એહમદ પટેલ સાહેબના સુપુત્ર ફૈઝલ પટેલ હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોનું સ્વાગત શાળાના આચાર્ય રાજુભાઇ પ્રજાપતિએ કરેલ હતું.
સન ફાર્મા કંપનીના અધિકારીઓ, પ્લાન્ટ હેડ અમોલ ચૌહાણ, સી.આર.હેડ,રવિ ગાંધી, એચ.આર. હેડ બલજીત શાહમેડમ ક્લસ્ટર સી.એસ.આર. શહેઝાદ બેલીમ ખાસ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ડે. સરપંચ, ઈમરાનભાઈ પટેલ, HMP ફાઉન્ડેશનના વસીમ રાજા તેમજ તલાટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણ ખાતે પાણીની પરબનું સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાયું.
Advertisement