Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે મહિલા દિન નિમિત્તે 11 મહિલાઓ અને શિક્ષિકાઓનું કરાયું સન્માન.

Share

અંકલેશ્વર ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપનાર સમાજસેવી મહિલાઓ તેમજ શાળાની શિક્ષિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે અગ્રણી તબીબ ડો. ઝરીન ફડવાલાના અધ્યક્ષસ્થાને સમાજના શૈક્ષણિક આરોગ્ય સહિતના વિવિધ સમાજ સેવાના કાર્ય કરતી 11 મહિલાઓને પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ શાળાની મહિલા શિક્ષિકાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં અને સમાજમાં તેમના યોગદાન બદલ તેમને બિરદાવવામાં આવ્યા હતાં.

સાથે સાથે જ આ પ્રસંગે ધોરણ-10 ના વિદાય લેતા વિદ્યાર્થીઓનો પણ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ શાળા પરિવાર તરફથી આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

જામનગરની સૂર્ય દીપ વિદ્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડ અને શ્રમકાર્ડનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના સંજાલી થી હરિપુરા પાટિયા વચ્ચે રોંગ સાઈડ આવતા બાઈક ચાલકનું અકસ્માતમાં મોત…

ProudOfGujarat

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને CSR એક્ટીવીટી ભાગરૂપે ડોનેશન સ્વરૂપે મળી ૩ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા અપાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!