Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાંથી ઝડપાયા નકલીના સોદાગરો, માર્કશીટ સહિત નકલી ચલણી નોટોના રેકેટનો ભરૂચ SOG એ કર્યો પર્દાફાશ.

Share

ભરૂચ જિલ્લામાં સાતીર ગુનેગારોની કમિ ન હોય તેમ એક બાદ એક મસમોટા રેકેટ ઝડપાવાના બનાવો ઉપરથી કહી શકાય તેમ છે, નકલી નોટોમાં ભૂતકાળમાં ચર્ચાસ્પદ બનેલ ભરૂચ જીલ્લો વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, એટલું જ નહીં આ વખતે તો નકલી માર્કશીટનું કૌભાંડ પણ શરૂ થયું છે.

સામાન્ય રીતે કોઈ વિદ્યાર્થીઓ પાસ છે એવા પૂરાવા આપે છે, એ પુરાવા તેઓને રોજગાર આપે છે, પરંતુ ભરૂચ જિલ્લામાં ઝડપાયેલા આ કૌભાંડમાં એવા કેટલાય નકલી પુરાવાનો પર્દાફાશ થયો કે જેણે બનાવ્યા અને જેણે લઈને ઉપયોગ કર્યા તે તમામની મગજના તમામ તારથી લઈ દિમાગના ફ્યુઝ ઉડી ગયા છે ત્યારે હવે કૌભાંડીઓને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

Advertisement

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જુના નેશનલ હાઇવે નંબર 8 પાસે આવેલ ઓમકાર, 2 કોમ્પ્લેક્ષમાં “Arti consultancy”ના નામથી ચાલતો ભેજાબાજ સચિન પ્રેમાભાઈ ખારવા (રહે.હાંસોટ) અને તેના મિત્ર રાહુલ નરેન્દ્રભાઈ પરમાર, રહે. અંદાડા, અંકલેશ્વર નાઓને પોલીસે બાતમીના આધારે દરોડા પાડી તેઓની લેભાગુ દુકાનમાંથી ધોરણ ૧૦,૧૨, યુનિવર્સિટી તથા આઈ.ટી.આઈ ની અલગ અલગ નકલી માર્કશીટ, પ્રમાણપત્રો તેમજ રૂપિયા ૫૦ અને ૧૦૦ ની ચલણી નોટો, ૧૯.૭૯૬ સ્ટીકર સહિત કુલ ૫૦,૨૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ઝડપાયેલા આરોપીઓ સાતીર દિમાગના છે, તેઓ આખું કૌભાંડ શિક્ષણ વિભાગની વેબસાઈટ ઉપરથી કરતા હતા, જેમાં તેઓ પ્રથમ વેબસાઈટ પર જઇ ધોરણ ૧૦,૧૨ તેમજ કોલેજ તથા આઈ.ટી.આઈ ના માર્કશીટ તેમજ લોગોનો નમૂનો મેળવી તેમાં જે વિષયોમાં વિદ્યાર્થીઓ નાપાસ હોય તે વિષયમાં માર્ક્સ સુધારો કરી પાસ થયાના નકલી સર્ટિફિકેટ ગેરકાયદેસર રીતે બનાવવી તેમજ અંગત ઉપયોગ સારું ભારતીય બનાવટની નકલી ચલણી નોટો પ્રિન્ટ કરી આર્થિક ફાયદો કરતા હોય તે બાબતની બાતમી મળતા જ ભરૂચ SOG ની ટીમે તેઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારૂન પટેલ


Share

Related posts

વલસાડના કપરાડાના ભોવાડા જાગીરા નજીક 35 મુસાફરો ભરેલ પિકઅપ ગાડી ઊંડી ખાઈમાં ખાબકી

ProudOfGujarat

શહેરા તાલુકાનુ વાઘજીપુર ગામનુ તળાવ નવા નીરથી ભરાયું

ProudOfGujarat

પાનમકેનાલમા પાણી પીવા ગયેલા પગ લપસતા ડુબતા યુવાનને બે યુવકોએ કેનાલમાં ઝંપલાવી બચાવ્યો. જુઓ વિડીયો ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!