Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુક્રેનમાં ફસાયેલ અંકલેશ્વરની વિદ્યાર્થીનીના પરિવારજનની કલેકટરે લીધી મુલાકાત.

Share

યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા અંકલેશ્વરની જીઆઈડીસી વિસ્તારમાં રહેતા નવિનભાઈ માલીના પરિવારની કલેકટર તુષાર સુમેરાએ આજે મુલાકાત લીધી હતી.

કલેકટર તુષાર સુમેરા તથા પ્રાંત અધિકારી નૈતિકા પટેલ દ્વારા અંકલેશ્વરની જીઆઈડીસી વિસ્તારમાં રહેતા નવિનભાઈ માલીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે તેમની પુત્રી જીનલ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. દિકરીના પિતા નવિનભાઈ માલીએ જણાવ્યું હતું કે, મારી પુત્રી યુક્રેનના ખારીકીવ વિસ્તારમાં આવેલ મેડીકલ યુનિવર્સિટીમાં એમબીબીએસમાં અભ્યાસ કરે છે. મારી દિકરી જીનલ તથા અન્ય વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલના બેઝમેન્ટમાં આશરો લીધેલ છે. અમો સતત ચિંતિત છે, અમો અમારી દિકરી સાથે મોબાઈલ ફોન પર સંપર્કમાં હતા તેમજ ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા હાથ ધરતાં મારી દિકરી જીનલ ખારીકીવથી નિકળી સરકારની એડવાઈઝરી મુજબ સ્થાયી જગ્યાએ પહોંચી ગઈ છે તેમ જણાવ્યું હતું.

Advertisement

કલેક્ટર તુષાર સુમેરાએ દિકરી જીનલના પિતાને આશ્વાસન આપતા કહ્યું કે, ભારત સરકારના ઓપરેશન ગંગા અંતર્ગત વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી અવગત કર્યા હતા. મુખ્યમંત્રી સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે. આ માટે ગુજરાત સરકાર પણ પરિવારજનો સાથે છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના તમામના પરિવારોનો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંપર્ક કરી આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તેમજ ભરૂચ જિલ્લા પ્રશાસન દ્વારા લેવાઈ રહેલા પગલાંની પણ માહિતી આપવામાં આવી રહી છે.


Share

Related posts

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગુડફ્રાઈડે પર્વ મનાવાયો.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર માં ચાલતા સ્પા મસાજ સેન્ટરો ઉપર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ-સ્પા સંચકલોમાં ઘભરાટ…..

ProudOfGujarat

રાજપીપળા : ડેડીયાપાડા વિસ્તારમાંથી વિસ્ફોટક પદાર્થ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!