સામાન્ય રીતે ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ રાજ્યના ધોરીમાર્ગો પરથી રોજનો લાખો કરોડોનો ભારતીય બનાવતનો વિદેશી શરાબ ઝડપાવવાના બનાવો સામે આવતા હોય છે, ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે વિસ્તારમાં પણ અવારનવાર વિદેશી શરાબ ઝડપાવવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે.
અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ પર નર્મદા ટોક નાકા પાસે પુનાથી રાજસ્થાન તરફ જતી લકઝરી બસ નંબર RJ.19.PB 4123 ને પોલીસે બાતમીના આધારે રોકી તલાશી લેતા તેમાંથી હજારોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે સ્થળ પરથી ત્રણ જેટલા ઇસમોની ધરપકડ કરી છે.
પોલીસની તપાસમાં લકઝરી બસના ચાલક તેજસિંગ ઉર્ફે તેજપાલ રાવત તેમજ ભેરૂ ઉર્ફે ગેપરરામ દેવાશી સહિત મુલચંદ રામકીશન માહેશ્વરી નામના ઇસમોની ધરપકડ કરી તેઓ સામે ગુનો દાખલ કરી કુલ ૧૦ લાખ ૫૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારૂન પટેલ