Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની પબ્લિક સ્કૂલમાં વર્લ્ડ સાયન્સ ડે નિમિત્તે યોજાયો વિજ્ઞાન મેળો.

Share

અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સોમવારના રોજ વર્લ્ડ સાયન્સ ડે નિમિત્તે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

28 ફેબ્રુઆરી 1928 ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રામન દ્વારા રામન અસરની શોધને જીવંત કરવા દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. તેમની શોધ માટે સર સી.વી. રમનને 1930માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના આર્થિક રીતે પછાત અને મધ્યમ વર્ગીય બાળકોને રાહત દરે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે સાયન્સ ફેર યોજાયો હતો. આ દિવસ નિમિત્તે શાળાના 126 વિદ્યાર્થીઓએ મહેનત કરીને 71 મોડલ, 35 વર્કિંગ મોડલ અને 26 પોસ્ટર્સનું પ્રદર્શન કર્યું હતું. કૃતિઓને શિક્ષકગણ, આચાર્ય તેમજ ટ્રસ્ટીઓએ બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

Share

Related posts

સંગઠનમા મહિલા નેતૃત્વ કઈ રીતે કરી શકે ? તે અંતર્ગત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહિલા હોદ્દેદારોની શિબિર યોજાઇ.

ProudOfGujarat

પંચમહાલ : કોરોનાને માત આપનાર ગોધરાનો યુવાન સુનિલ ડબગર બન્યો પંચમહાલનો પહેલો પ્લાઝમા ડોનર.

ProudOfGujarat

રાજપારડીમાં શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની બાવાનું આગમન હઝરતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!