જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ ઓફ એક્સેલેન્સ નિમિત્તે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડો. એન.ડી. પટેલ મેડમના માર્ગદર્શન હેઠળ કરવાની થતી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના ભાગરૂપે આજરોજ પ્રાથમિક શાળા, પિરામણ ખાતે શાળાના વિદ્યાર્થીઓનું શારીરિક સૌષ્ઠવ વધે, રમત પ્રત્યે ભાવના વધે, હાર-જીત જેવા મૂલ્ય સમજે, ત્વરીતતા, ચપળતા અને ખેલદીલીના ગુણો વિકસે તે હેતુસર ધોરણ ૧ થી ૫ માં ૧૦૦ મીટર દોડ, લીંબુ ચમચી દોડ, કોથળા દોડ તેમજ ધોરણ-૬ થી ૮ માં લાંબી કુદ, કબડ્ડી, ખો-ખો, જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું.
આ સાથે વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ વધે, ચિત્રકલા અને ચિટકકલામાં નિપૂણ બને તે માટે ધોરણ ૧ થી ૫ માં શુભેચ્છા કાર્ડ બનાવવાની સ્પર્ધા પણ યોજાઈ. તમામ રમતના અંતે વિજેતાઓ તેમજ ટીમ લીડરને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમગ્ર રમતો દરમિયાન કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું.
અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણમાં વિવિધ રમતોની સ્પર્ધા યોજાઇ.
Advertisement