શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના એન.એસ.એસ વિભાગના ઉપક્રમે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળા શૈશવ સ્કૂલમાં નોટબુક અને પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું હતું અને એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ દિવ્યાંગ બાળકો સાથે સહભાગિતા કરી હતી.
આ કાર્યક્રમની પ્રાસ્તાવિક ભૂમિકા એન.એસ.એસ પ્રોગ્રામ ઓફીસર ડો. જયશ્રી ચૌધરીએ બાંધી હતી. આ કાર્યક્રમમાં કોલેજના કાર્યકારી આચાર્ય ડો. કે. એસ. ચાવડાએ એન.એસ.એસ. દ્વારા દિવ્યાંગ બાળકોની શૈશવ સ્કૂલને દત્તક લેવાની વાતને આવકારી હતી અને બિરદાવી હતી. રાલિઝ ઈન્ડિયા લિમિટેડના ગુજરાત વિભાગના વડા સુકેતુ માલી, ફિઝિયોથેરાપિસ્ટ પ્રીતિ નાર્વેકર તથા શાળાના કાર્યકારી આચાર્ય કલ્પનાબેન પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. પ્રા. રાજેશ પંડ્યા આભારવિધિ કરી હતી. દિવ્યાંગ બાળકો સાથે સેવક પઢીયાર, રાહુલ વસાવા, યશ પ્રજાપતિ, દક્ષા વસાવા, રીંકલ પરમાર, કુણાલ સુરતી, અસ્મિતા પટેલ, પ્રિયાંશી પટેલે સહભાગિતા કરી હતી. ધવલ બીપીનભાઈ સોલંકીએ ખુબ સુંદર દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓમાં સેવા ભાવના વિકસે તે માટે આવા વિવિધ કાર્યક્રમોમાં અને સ્વયંસેવકોની સહભાગિતા જરુરી છે.
અંકલેશ્વર : ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકોને નોટબુક, પેન્સિલનું કરાયું વિતરણ.
Advertisement