Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં રાત્રી સમયે આગ લાગવાની બે ઘટનાઓ સામે આવી, સદનસીબે કોઈ જાનહાની નહિ.

Share

ઉનાળાની ઋતુના પ્રારંભ સાથે જ હવે આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે, ભરૂચ જિલ્લામાં પણ આગ લાગવાના અનેક બનાવો અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે અંકલેશ્વરમાં ગત રાત્રીએ આગ લાગવાની બે જેટલી અલગ અલગ ઘટનાઓ બાદ ફાયર વિભાગ દોડતું થયું હતું.

આગ લાગવાની પ્રથમ ઘટના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ J.P ઇન્ડસ્ટ્રીઝ કંપની ઓફિસમાં બની હતી, જ્યાં અચાનક આગની જ્વાળાઓ ઉત્પન્ન થતા એક સમયે ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી. જોકે આગ લાગ્યા અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરોએ ગણતરીના સમયમાં સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યું હતો. અચાનક લાગેલ આગના બનાવમાં ઓફિસમાં રહેલ વસ્તુઓ બળીને ખાખ થઈ હતી.

જ્યારે બીજી ઘટના પણ રાત્રીના સમયે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે બની હતી, જ્યાં પણ એક હોટલમાં અચાનક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. સતત આગની જ્વાળાઓ વચ્ચે હોટલનો માલ સામાન બળી જતો નજરે પડ્યો હતો ત્યારે ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં કરતા ફાયરના બે જેટલા લાય બંબા ઘટના સ્થળે પહોંચી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી, જોકે આ બનાવમાં પણ સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી તો હોટલના માલસામાનને ભારે નુકશાન થયું હોવાનું માલુમ પડી રહ્યું છે, આમ બંને આગની ઘટનાઓના પગલે ગત રાત્રીએ અંકલેશ્વરનું ફાયર વિભાગ માર્ગો પર દોડતું નજરે પડ્યું હતું.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

સાબરમતીથી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસનો કોન્ટ્રાકટ પૂરો થતાં નવેસરથી ટેન્ડર શરૂ કરાશે.

ProudOfGujarat

ભરૂચનાં આમોદ તાલુકાનાં વાતરસા કોઠી ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીરની દરગાહ પર સંદલ શરીફની વિધિ કરાઇ હતી..

ProudOfGujarat

હલદરવા ગામ નજીક કાર ખાડામાં ખાબકતા બે ને ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!