અંકલેશ્વરના બાકરોલ ગામમાં અવારનવાર દીપડો ફરતો રહે છે જેનાથી બાકરોલના રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હોય ગ્રામજનોએ દીપડાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગે દિપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરેલ હોય. વનવિભાગની આ કામગીરીમાં તેના મારણ સાથે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ગતરાત્રીના વન વિભાગની ટીમ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પાંચ વર્ષનો કદાવર દીપડો પુરાઈ જતા બાકરોલના ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.
અત્રે નોંધનીય છે કે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ કે દીપડો આમતેમ ફરતા રહે છે. દીપડાના ત્રાસ અને ડરને કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ત્યારે વનવિભાગે પાંજરા મૂકતા દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
Advertisement