Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સજોદ ગામે બાળકોને ન્યુટ્રીશન કીટનું કરાયું વિતરણ.

Share

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે લ્યૂપિન હ્યુમન વેલ્ફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા કુપોષિત અને અતિકુપોષિત બાળકોને  જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીની ઉપસ્થિતિમાં ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર તાલુકાના 8 ગામના 90 કુપોષિત અને અતિકુપોષિત બાળકોને કીટ આપવામાં આવી હતી.

અંકલેશ્વરની લુપિન કંપની દ્વારા સીએસઆર ફંડ થકી  વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આસપાસના 8 ગામોમાં આવેલી આંગણવાડીઓમાં 6 માસથી 5 વર્ષ ના ભણતા પલટા ભૂલકાઓ કે જેઓ કોઈક કારણોસર કુપોષિત અતિકુપોષિત રહી ગયા છે તેવા આશરે 90 બાળકોને  ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી ધવલ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, લ્યૂપિન કંપનીના સાઈડ હેડ પ્રવિણદાન ગઢવી તેમજ  અંકલેશ્વરના ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી રોશનબાનુ રાયલીની ઉપસ્થિતિમાં ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં ગોળ, સીંગદાણા, ખજૂર, મગદાળ, ચણાદાળ, દેશી ચણા અને દેશી ઘી નો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં લુપિન કંપનીના એડમીન હેડ ચેતનસિંહ રાઠોડ, કંપનીના સીએસઆર સંચાલક દિનકર મહેતા, અંકલેશ્વરના બીઆરસી કોર્ડીનેટર અમીનાબેન પઠાણ સહીત 8 ગામના સરપંચો અને બાળકો સાથે માતાઓ અને આંગણવાડી વર્કરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભૃગુ ઋષિએ 8000 વર્ષ પેહલા કાચબાની પીઠ પર સવાર થઈ 18000 શિસ્યો સાથે ભૃગુનગરી વસાવી હતી.જાણો ક્યાં

ProudOfGujarat

ભરૂચનાં મકતમપુર ઝાડેશ્વર રોડ ઉપર આઈનોક્ષ સિનેમાની સામે વીજ ડીપીમાં શોર્ટ સર્કિટ થતાં આગનાં કારણે આજુબાજુનાં વિસ્તારમાં દોડધામ મચી હતી.

ProudOfGujarat

માંગરોલ બી.આર.સી ભવન ખાતે ગુણોત્સવ ૨.૦ અને શાળા વિકાસ યોજના અંતર્ગત મુખ્ય શિક્ષકની બે દિવસ તાલીમનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!