અંકલેશ્વર નગર નો ગૌરવ વનતો બનાવ
પિતા ઓટો ગેરેજમા કામ કરે છે ત્યારે સંતાને મેળવેલ સિધ્ધિ
અંકલેશ્વરની મર્કસ સ્કુલની એક બાર વર્ષની વય ધરાવતી ધો.૬ મા ભણતી શનોબા અશરફ ખાન એક મધ્યમ વર્ગની કુંટુબની સંતાન છે જેના પિતા અંકલેશ્વર શહેર ખાતે ઓટો ગેરેજ મા કામ કરી રહ્યા છે. ત્યારે માતા પણ ગૌરવ અનુભવે છે. શનોબાને બે બહેનો પણ છે. આ અંકલેશ્વરનુ ગૌરવ એવા શનોબા નુ કહેવુ છે કે અભ્યાસ કરો અને અભ્યાસમા રૂચિ દાખવો અથવા તો કોઈ પણ ક્ષેત્રમા રૂચિ રાખવી મહેનત કરો અવશ્ય સફળ થઈ શકાય. શનોબા પણ સખત મહેનત કરી અભ્યાસ કરી ડેન્ટીસ બનવા માંગે છે. અને તેમ કરીને લોકોની સેવા કરવા માંગે છે. આટલી નાની ઉંમરે શનોબાને કોલગેટ કંપનીએ ગુજરાતમા ફસ્ટ વિનર સ્કોલરશીપ જાહેર કરી. દિકરી એ આવી સિધ્ધિ પ્રાપ્ત કરી તે અંગે તેની માતા એ પણ જણાવ્યુ કે ભલે અમે મધ્યમ વર્ગના હોઈએ પરંતુ દિકરીના અભ્યાસ માટે કોઈ કચાસ રાખતા નથી. આવો ગૌરવવનતો બનાવ અંકલેશ્વર ખાતે બન્યો. ટુંક સમયમા કોલગેટની જાહેરાતોમા શનોબા દેખાશે. અને તેથી શનોબાની અભ્યાસ સાથે એક નવી કેરીયર શરૂ થશે.