Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે મોબાઈલ બાબતના સામાન્ય ઝઘડામાં સિમેન્ટના બ્લોક વડે મારી મિત્ર એ જ કરી મિત્રની હત્યા.

Share

રાજ્યમાં હત્યા જેવા બનાવો જાણે કે સામાન્ય બન્યા હોય તેમ એક બાદ એક જે તે જિલ્લામાં હત્યા અંગેના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે, કેટલાક બનાવોમાં સામાન્ય ઝઘડામાં હત્યાને અંજામ આપવામાં આવી રહ્યું છે તો કેટલાક કિસ્સાઓમાં પ્રેમ પ્રકરણમાં હત્યાને અંજામ આપવામાં આવતા હોય તેવા કિસ્સા આજકાલ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર સ્થાન બન્યા છે, ત્યારે વધુ એક હત્યાની ઘટના અંકલેશ્વર ખાતે થી પ્રકાશમાં આવી છે.

અંકલેશ્વરના અંદાડા ગામ ખાતેની જ્ઞાનદીપ હાઈકુલ નજીક આવેલ શંકર ભગવાનના મંદિર પાસે ભરત લક્ષ્મણ મણવર ઉ.વ ૪૫ નાઓ સાથે તેના જ મિત્ર સંતોષસિંગ જનાર્દન સિંગ રહે.શિવ મંદિર, મહેન્દ્ર નગર અંકલેશ્વર નાઓ સાથે મોબાઈલ બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા સંતોષ સિંગે ભરતના માથાના ભાગે સિમેન્ટનો બ્લોક મારી ઇજાઓ પહોંચાડતા ભરતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Advertisement

ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર દોડી જઈ મૃતક ભરતની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાને અંજામ આપનાર સંતોષસિંગની ધરપકડ કરી તેની સામે હત્યા અંગેનો ગુનો દાખલ કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ


Share

Related posts

આણંદની કૃષિ યુનિવર્સિટીમાં મધમાખી પાલન વિષયક બે દિવસીય તાલીમ યોજાઇ.

ProudOfGujarat

એલ.સી.બી પોલીસ ભરૂચે મુલદ નજીકથી જંગી વિદેશી દારૂ નો જથ્થો ઝડપ્યો

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સરહદી કચ્છ જિલ્લાના વિકાસને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!