અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત દરેક શાળામાં બાળકોમાં સસ્કારનું સિંચન થાય એ અર્થે વેલેન્ટાઈન ડે નહિ પણ માતા પિતા અને શિક્ષક પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી.
બાળકો અને એમના માતા પિતામાં અનેરો આનંદ જોવા મળ્યો. બાળકોને પણ ખૂબ જ આનંદ મળ્યો. અંકલેશ્વરની સરકારી શાળાના 1500 વિદ્યાર્થીઓએ ભારતીય સંસકૃતિની વેલેન્ટાઈન્સ ડે ના નામે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી આજની પેઢી પ્રેમ વ્યક્ત કરવાના નામે અવનવા ધતિંગ કરતી હોય છે. આજના દિવસે પ્રેમી- પ્રેમિકાને ફૂલ અને ભેટ આપી દિવસને યાદગાર બનાવવાનો પ્રયાસ કરાય છે.
અંકલેશ્વરના 1500 બાળકોએ પણ આજના દિવસને યાદગાર બનાવવા માટે એક અનોખી પ્રથા શરૂ કરી છે. કોરોનાકાળના બે વર્ષને બાદ કરતા ત્રણ વર્ષથી બાળકો આજના દિવસે કંઈક એવું કરે છે કે તેમના માતા- પિતાની આનંદ અને બાળકોની પ્રેમની અભિવ્યક્તિથી આંખો છલકાઈ આવે છે.
આ પરંપરાથી એક ફાયદો એ જોવા મળ્યો છે કે બાળકોમાં માતા – પિતા માટેનો આદરભાવ વધ્યો હોવાનું જણાવી રહ્યા છે. બાળકોમાં દેખાદેખીમાં ફૂલ આપવાની હોડ હોય છે પણ તે કોને અને કેમ આપવું તેની સમજ ન હોય તો ક્યારેય અણગમતા બનાવ બની જતા હોય છે આ સામે શાળામાં બાળકો માતા – પિતાને જ ફૂલથી સન્માન આપે છે તે પણ ચોક્કસ નયનરમ્ય દેખાય છે.
આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરપર્સન કિંજલબા ચૌહાણ, વા. ચેરમેન ગણેશ અગ્રવાલ તથા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.