Proud of Gujarat
FeaturedGujaratINDIA

જીઆઇડીસી અંકલેશ્વર રીજીનલ ઓફિસની વસાહતોમાં કોમર્શિયલ પ્લોટોના ઓક્શનમાં ભ્રષ્ટાચારની તપાસ અંગે સંદીપ માંગરોલાની રજૂઆત.

Share

જીઆઇડીસી રીજનલ ઓફિસ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર, પાનોલી, અટાલી, સાયખા વસાહતમાં કોમર્શિયલ અને ઔદ્યોગિક પ્લોટોના ઇ-ઓક્શનની  પ્રક્રિયા ઓક્ટોબર ૨૦૨૦ માં શરૂ કરવામાં આવી હતી. ઉપરોક્ત ઇ-ઓક્શનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ફરિયાદો અરજદારો તરફથી મળી રહી છે. ઉપરોક્ત ફરિયાદોની પુષ્ટિ થતી હોય એમ જીઆઇડીસીની કરવામાં આવેલ પ્રક્રિયા ઉપરથી પણ સાબિત થઇ રહ્યું છે. ઉપરોક્ત પ્રક્રિયામાં જે પ્લોટોના વ્યવહારો ગાંધીનગર વડી કચેરી ખાતે કરવામાં આવેલ એવા પ્લોટો ફાળવી દેવામાં આવેલ છે, જ્યારે ફાળવવામાં આવેલ પ્લોટો કરતા અન્ય પ્લોટોની ઇ-ઓક્શનમાં અપસેટ વેલ્યુ કરતા પણ અનેક ગણી વધારે રકમ જીઆઇડીસીને મળી હોવા છતાં ઇ-ઓક્શન રદ કરવામાં આવેલ છે.

સ્થાનિક ચર્ચા મુજબ જે પ્લોટોના વ્યવહારો ગાંધીનગર વડી કચેરી ખાતે થયેલ છે, તેઓના પ્લોટોની ફાળવણી કરી દેવામાં આવેલ છે. આમ ઉપરોક્ત મુદ્દો ખૂબ જ ગંભીર હોય, સદર બાબતે નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે અને કયા સંજોગો માં જૂજ પ્લોટોની ફાળવણી ઓક્શનમાં મંજૂર કરવામાં આવી છે અને અન્ય પ્લેટોના ઓક્શન કયા કારણોસર અપસેટ વેલ્યુ કરતા ખૂબ ઊંચા ભાવ હોવા છતાં રદ કરી દેવામાં આવેલ છે જેની તપાસ વિજિલન્સ દ્વારા થવી અત્યંત જરૂરી છે એવી માંગ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા માનનીય મુખ્ય મંત્રીશ્રી ગુજરાત રાજ્ય, મુખ્ય સચિવશ્રી ગુજરાત રાજ્ય અને ચેરમેન શ્રી જીઆઇડીસી ગાંધીનગરને લેખિત પત્ર લખી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ઘરવિહોણા ૮૦ થી વધુ લોકો માટે રાજકોટ મનપા દ્વારા નિ:શુલ્ક રહેવાની સુવિધા કરાઈ.

ProudOfGujarat

ભાજપ વિરૂદ્ધમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરનાર સુરતના યુવકની સુરત શહેર સાયબર ક્રાઇમે કરી અટકાયત.

ProudOfGujarat

પાલેજ નજીક રેલવે ફાટકના બેરિયર સાથે કોઈ અજાણ્યું વાહન અથડાતા ઓવરહેડ કેબલ બ્રેક થતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!