(યોગી પટેલ)
Video Player
00:00
00:00
ભરૂચ જિલ્લામાં અજાણી લાશ મળી આવવાની ઘણી ઘટનાઓ બની રહી છે. લગભગ આવા બનાવોમાં કોઈને કોઈ ગંભીર ગુનાઓના પ્રકરણમાં સમાયેલા હોય છે. ત્યારે અંકલેશ્વર થી રાજપીપળા રોડ તરફ જવાના રસ્તા પર આવેલ મીરાંનગર પાસે ૨૦ થી ૨૫ વર્ષની આશરેની ઉંમર ધરાવતી અજાણી સ્ત્રીની લાશ મળી આવી છે.
Advertisement
સૌથી ચોકાવનારી બાબત એ છે કે આ યુવતીની લાશ મારૂતિ ધામ સોસાયાત્રી તરફ જવાના માર્ગ પર અવાવરી જગ્યાએ ખુલ્લી ગટરમાંથી મળી આવેલ છે. જી.આઈ.ડી.સી પોલીસ આ ઘટના અંગે કાર્યવાહી શરૂ કરેલ છે. જો કે આ બનાવ હત્યાનો પણ બનાવ હોઈ શકે તેવી શંકા સેવાઈ રહી છે.
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
બનાવ અંગે ની જાણ અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસ મથક માં થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ યુવતી ની લાશ નો કબ્જો મેળવી લાશ ને પી એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી………..
અત્રે ઉલ્લેખનીય છે કે વિકૃત અવસ્થા માં મળી આવેલ મહિલા કોણ છે અને હત્યા છે કે અન્ય કોઈ બનાવ તે અંગે ની વધુ તપાસ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તેજ બનાવાઈ છે..