Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી…જાણો?

Share

અંકલેશ્વર શહેર નગરપાલિકાની ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં 5 લાખ લિટર જેટલા પાણીનો વેડફાટ કર્યો હોવાનું સામે આવ્યુ છે, ત્યારે પાણીના બગાડ સામે લોકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો.

જીવસૃષ્ટિ માટે ઉપયોગી એવા મુખ્ય પાણી બાબતે સૌ કોઈ ચિંતિત હોય છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકાની ઉકાઈ કોલોની સ્થિત પાણીની ટાંકીના વાલના સમારકામ કરવા હેતુસર 5 લાખ લિટર પાણીથી ભરેલી ટાંકીનું પાણી રેલ્વે સ્ટેશનથી પીરામણ ગામને જોડતા મુખ્ય માર્ગ પર છોડી મુકાતા જળબંબાકાર સાથે નગરપાલિકાની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર પાલિકા દ્વારા થોડા સમય અગાઉ જ શહેરના રસ્તાઓ પર પાણીનો બગાડ કરતા લોકોને નોટિસ પાઠવી દંડ ફટકારવાની વાત કરવામાં આવી હતી ત્યારે, “ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે” તેવો ઘાટ અંકલેશ્વર નગરપાલિકાનો સામે આવ્યો છે. લોકોને પાણી બગાડ ન કરવાના ઉદ્દેશ આપનાર પાલિકાના સત્તાધીશો પોતાની અણઆવડતના કારણે લાખો લિટર પાણીનો બગાડ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી માં મુસ્કાન સ્પા પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી પોલીસ.

ProudOfGujarat

પાનોલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી ₹1383 કરોડ MD ડ્રગ્સ ભરૂચ SOG એ પકડવાનો મામલો.

ProudOfGujarat

અંદાડા જિલ્લામાં ગુજરાત પોષણ અભિયાન 2020-2022 અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!