Proud of Gujarat
FeaturedGujaratINDIA

પશ્ચિમ બંગાળના સાંસદની જૈન સમાજ વિરોધી ટિપ્પણી સામે અંકલેશ્વર મામલતદારને પાઠવાયું આવેદન.

Share

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે સમસ્ત જૈન સમાજના આગેવાનો અને ભાજપ મીડિયા સેલના સભ્યો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના ટી.એમ.સી ના સાંસદ મહુઆ મોઈત્રાએ સંસદમાં જૈન સમાજના દીકરા-દીકરીઓ પરિવારથી છુપાઈને નોનવેજનું સેવન કરતાં હોવાની આક્ષેપ કરવામાં આવ્યા છે જેને અભદ્ર ટીપ્પણી કરતા જૈન સમાજ અપમાન કરતાં લાગણીઓ દુભાઈ હોવાના પણ આક્ષેપ કરાયા છે ત્યારે આ ટી.એમ.સીના સાંસદ જૈન સમાજની જાહેરમાં માફી માંગે અને સાંસદ તરીકેનું રાજીનામું આપે તેવી માંગ કરી છે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, જૈન સમાજ આગેવાન હેમંત શાહ, જનક શાહ સહીત ભાજપના આગેવાનો મીડિયાસેલના સભ્યો અને જૈન સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કોઠી વાંતરસા ગામે નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. ફાઇનલ માં આમોદ ઇલેવન નો વિજય…

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાએ એનિમલમાં બોબી દેઓલની શાનદાર હાજરીથી આશ્ચર્યચકિત થઈને કહ્યું કે, “બોબી એક બદમાશ માણસ અને ચોર જાળ તરીકે સંપૂર્ણપણે લાગણીશીલ છે”.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વીજ કંપનીના ટ્રાન્ફમરમાં શૉર્ટસર્કીટના કારણે ભડકો થતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!