Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના સારંગપુર ગામમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન…

Share

ભારત સહિત ગુજરાતભરમાં હાલ લગ્નની મોસમ જામી છે કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ સરકાર દ્વારા લગ્ન પ્રસંગને મનાવવા માટેની છૂટછાટ આપતા લગ્ન મોસમ જામ્યો છે ત્યારે તસ્કરોને પણ ચોરી કરવા માટે છુટ્ટો દોર મળ્યો હોય તેમ એક પછી એક બંધ મકાનોને તસ્કરો દ્વારા નિશાન બનવાની ઘટનાઓમાં પણ ઇજાફો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે એક પછી એક જિલ્લામાં ચોરીની ઘટનાઓને બેખોફ રીતે અંજામ આપતા હોવાની ઘટના બનતા પ્રસંગમાં હાજરી આપવા જતા લોકોમાં ભયનો માહોલ સાથે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠવા પામ્યા છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની હદમાં આવેલ સારંગપુર ગામમા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલા રૂપિયા ૨૦ હજાર રોકડા લઈ રફુચક્કર થઈ ગયા હતા. મકાન માલિક પોતાના સગાના લગ્નપ્રસંગે ગયા હોવાથી સવારે પરત ફરતા ઘરના દરવાજાનું તાળુ તૂટેલી અવસ્થામાં જોઈ ઘરમાં પ્રવેશ કરતા ઘરનું કબાટ ખુલ્લુ અને અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યું હતું.

ઘર માલિકે વધુ તપાસ કરતા કબાટમાં મુકેલા રોકડ રૂપિયા 20,000 પર ચોરોએ હાથફેરો કરી હોવાનું માલુમ પડ્યું હતું. મકાનમાલિકે ચોરીની ઘટનાની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને કરતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ચોરીની ગુનો નોંધી ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

સુરત સોનાના ભાવમાં ઘટાડો થતા ત્રણ મહિના બાદ સોનાની ખરીદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

અંકલેશ્વરનાં કાપોદ્રા પાટીયા નજીક આવેલ અગસ્તી-સર્વોદય સ્કુલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ બેંચ બદલવા જેવી નાની બાબતે માર મારતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે

ProudOfGujarat

વલસાડ: રાજપુરોહિત ઘાબા પર ગેરકાયદેસર ડીઝલ વેચવાનો કારોબારનો પર્દાફાશ : બેનંબરી ડીઝલ વેચાણ કરનારાઓના પોલીસે ધુમાડા કાઢ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!