Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : સારંગપુરના લાકડા માર્કેટમાં ભીષણ આગ લાગતાં લાખોનું નુકસાન.

Share

અંકલેશ્વર ખાતે આવેલ સારંગપુરના ૧૦ થી ૧૨ જેટલા લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકતા અફરાતરફરી મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લાખો રૂપિયાના દરવાજા સહિતના લાકડા બળીને ખાખ થઇ ગયા હતા.

અંકલેશ્વરના સારંગપુર ખાતેના શાંતિનગર-૨ સ્થીત લાક્ડા માર્કેટના લાકડાના ગોડાઉનમાં અચાનક આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૧૦ થી ૧૨ જેટલા ગોડાઉનોને લપેટમાં લેતાં નાસભાગ મચી જવા પામી હતી. આગના પગલે ગોડાઉનોમાં રહેલ લાખોની મત્તાના દરવાજા શિત લાકડા આગની લપેટમાં બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા અંકલેશ્વર, ઝઘડીયા સહિતના કુલ ૭ જેટલા ફાયર ટેન્ડરો દોડી આવ્યા હતા અને લાસ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

હાલ આગ કેવી રીતે લાગી તે કારણ અકબંધ રહ્યું છે. પણ સદનસીબે કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો છે.

Advertisement

Share

Related posts

ગોધરા નગર તથા તાલુકાની સંયુક્ત પરિચય બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

બરોડા યુથ ફેડરેશન દ્વારા પી.એમ. ના દીર્ઘાયુ માટે નવતર પ્રયોગ.

ProudOfGujarat

સુરત ના લાલદરવાજા વિસ્તારમાં આવેલ વી .આઈ પી એન્ટરપ્રાઇસ નામથી ચાલતા રૉયલ ઇનફીલ્ડ .બુલેટ ના વર્કશોપ માં ભીષણ આગ લાગી હતી …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!