Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના નવાગામમાંથી પોલીસે દારૂનાં જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો.

Share

અંકલેશ્વર રૂરલ પોલીસે બાતમીના આધારે નવગામ કરારવેલની સીમમાં ચાલતા દારૂ કટિંગ દરમ્યાન રેડ કરી રૂ.13 લાખના દારૂ સાથે બે વાહનો મળી કુલ રૂ.19 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી અન્યોને ઝડપી પડવાની કવાયત હાથ ધરી હતી.

અંકલેશ્વર રૂરલ પોલીસે બાતમીના આધારે નવાગામની સીમમાં રેડ કરી હતી જેમાં ટ્રક અને મહિન્દ્રા પિકઅપ ગાડીમાંથી પરસ્પર કટિંગ કરતા વિવિધ બ્રાન્ડની નાની મોટી દારૂની રૂ.12,92,400 ની 11 હજારથી વધુ બોટલો તથા ટ્રક અને મહિન્દ્રા પિકઅપ ગાડી મળી કુલ રૂ.19,42,900 નો મુદ્દામાલ કબ્જે કરી નવાગામ કરારવેલના મિતેષ ઈશ્વર વસાવાને ઝડપી પાડ્યો હતો. તે ઉપરાંત સતીશ વસાવા, ઉર્ફે સટલો ગાંડો તેમજ અન્ય ફરાર ચારને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન દબાણ શાખાની ટીમ અને પશુપાલકો વચ્ચે ઝપાઝપી

ProudOfGujarat

સુરેન્દ્રનગર: લીંબડી નિમબાર્ક મોટા મંદિર ખાતે થી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિની ટીમને સન્માનિત કરાયા

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે મિલેટ્સ પાકોનો તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!