Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખરોડ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલકનું કરૂણ મોત.

Share

અંકલેશ્વર ખરોડ વચ્ચેના નેશનલ  હાઇવે પર બાકરોલ બ્રિજ પાસે ખાનગી નોકરીમાંથી પરત ઘરે જતા અંદાડાના 32 વર્ષીય યુવકને અજાણ્યા વાહનના ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

 પોલીસ સુત્રિય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની ગોકુળ નગર સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય જયેશ મનસુખભાઈ પુંજરીયા પાનોલી જીઆઇડીસી માં આવેલ સનફાર્મા કંપનીમાં નોકરી કરે છે તેઓ સવારના અરસામાં નોકરી પરથી છૂટી પોતાની મોટરસાયકલ લઈને નેશનલ હાઇવે પરથી પરત ઘરે આવી રહ્યા હતા તે દરમ્યાન બાકરોલ ગામના બ્રિજ નજીક અજાણ્યા વાહનચાલકે તેમની બાઇકને ટક્કર મારી વાહન લઇ ફરારથી ગયો હતો. આ અકસ્માતમાં જયેશ પુંજરીયાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ અંગેની અંકલેશ્વર તાલુકા પોલીસ મથકને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય ઉજવણી કરાઇ

ProudOfGujarat

संदीप सिंह ने कहा देश के लिए जीतना ही उनका परम उद्देश्य है!

ProudOfGujarat

ભરૂચ : ભાલોદ ખાતે તાલુકા કક્ષાની પ્રાકૃતિક ખેતી શિબિર અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!